દિવાળીના શુભ દિવસો હવે ચાલ્યા ગયા છે છતાંય હજી પણ લોકો નવા ચાલી રહેલ દિવસો ને ભરપુર આનંદથી માણી રહ્યા છે કોઇ લોન્ગ ટુર ઉપર ગયાછે તો કોઇ શોર્ટ ટુર ઉપર ગયાછે..
હવે એક દિવસ પછી આવતી લાભપાંચમે સૈ કોઇ લોકો પોતપોતાના ધંધા વેપારની શરુઆત કરી દેશે ને જેઓ નાની મોટી નોકરીઓ કરેછે તેઓ પણ પોતાની જોબની શરુઆત કરી દેશે...
સુમસામ પડેલા શહેર ગામના રોડ રસ્તાઓ ફરી પાછા રાબેતા મુજબ ધમધમવા લાગશે, સાથે સાથે નવા લીધેલ બાઇકો પણ જાતજાતની રોડ ઉપર જોવા મળશે નવી નવી કારો પણ રંગબેરંગી એકસાથે જોવા મળશે આવી અનેક ખુશીઓ સાથે આપણને ફરી પાછી એક મોટી સમસ્યા જરુર વાંધાજનક રહેશે તે છે નવા આવેલ ટ્રાફીકના નિયમોની શરુઆત ..જી હા,
1st November થી પેલા નવા ટ્રાફીકના નિયમો લાગુ પડવાના છે
હેલ્મેટ, લાઇસન્સ, પીયુસી, સીટ બેલ્ટ, આરસી બુક, આ બધું સાથે રાખીને આપણે આપણુ વ્હીકલ ચલાવવું પડશે..મંદી ને મોંઘવારીની સાથે સાથે આપણી પાસે બચેલ પગાર બોનસની રકમ પણ હવે ઘટવા લાગશે જો કદાચ આપણે આવા ગુનામાં પકડાયા તો!
માટે દરેકે કેરફૂલ રહેવુ જરુરી છે..
ટ્રાફીકના નિયમોનું હમેશાં પાલન કરો
1st November..start.