સાંભળ્યા દુઃખ બધાના પણ મારુ દુઃખ કીધું નથી કોઈને,
બતાવ્યું છું હું વજ્ર જેવો કઠોર પણ અંદર થી રૂ જેવો નરમ કીધું નથી કોઈને,
આપ્યા સમાધાન બધાને પણ મારા સમાધાન માટે કીધું નથી કોઈને,
જીવ્યો વટ થી નથી કરી આજીજી પણ અંદર થી કેટલો દુભ્યો એ કીધું નથી કોઈને,
જોયા ઘણા સપના પણ જ્યારે લાગ્યું નહિ થાય પુરા તો પણ કીધું નથી કોઈને,
એકલો નથી, એકલો નહોતો પણ એકલો મૂકી ને ચાલ્યો જઈશ નહિ કહું કોઈને.
- હાર્દિક પંડ્યા