ચાલો આજે બહેનને મળીને ઘણો જ આનંદ થયો..કારણકે તેનાથી રક્ષાબંધને રાખડી બાંધવા આવી શકાયુ નહોતું માટે તેને મળવાનો મોકો મળ્યો જ ના હતો..
પણ આજે ભાઇબીજ હતી માટે મારે સામેથી ચાલીને તેને ઘેર જવું પડયું હતું..તેને મળીને દિલમાં ઘણી ખુશી મળી, કાશ આવો તહેવાર વરસમાં બે વાર આવતો હોત..તો!
કદાચ તેને બે વાર મળવાનો ચાન્સ મળે..ખેર કુદરતે પણ યોગ્ય સમજીને
બધા વાર તહેવાર બનાવ્યા હશે!
આજે દરેક રોડ ઉપર દુર સુધી બસ બાઇકો જ નજરે પડતા હતા..દરેક ભાઇઓને પોતાની પ્યારી બહેનને મળવાનો દિલમાં એક અભરખો હોય શકે તે એક સ્વાભાવીક હોય..રજાઓનો માહોલ..
ખીસ્સામાં દિવાળી બોનસ સાથે ડબલ પગાર હોય એટલે ભાઇ
તો ઝાલ્યો જ ના રહે..
કોઇ ભાઇ બહેનને સોનાની વીંટી આપે તો કોઇ ભાઇ બહેનને મનગમતી સાળી આપે તો કોઇ ભાઇ બહેનને પાંચસો કે બે હજારની નોટ પણ આપી દે..તે આપે જ ને પોતાની નાની કે મોટી ને દિલથી પણ
વ્હાલી જો બહેન હોય તો કયો ભાઇ આ દિવસે કંજુસાઇ કરે!
વરસે એકવાર આવતા આ બે તહેવાર, એક રક્ષાબંધન ને બીજો ભાઇબીજ આ બંન્ને તહેવાર ભાઇ બહેનને વધું નજીક લાવે છે...
રક્ષાબંધને બહેન ભગવાન પાસે પ્રાથઁના કરેછે કે મારો વ્હાલો ભાઇ હજારો સાલ જીવે તેને તેના જીવનમાં ખુબ શાન્તિ મળે ને તે ખુબ પ્રગતી કરે..જયારે ભાઇબીજ ઉપર ભાઇ ભગવાનને પ્રાર્થના કરેછે કે મારી બહેન હમેશાં સુખી રહે ને તેને કોઇ જ વાતે જરા પણ દુ:ખ ના પડે..
આવો હોયછે એક ભાઇ ને એક બહેનનો અમર ને અતુટ પ્રેમ...