*નવું વર્ષ કોને કહેવાય?*
અંકિત ત્રિવેદી_ ની આ સુંદર રચના દરેક દંપતી એ એકબીજાને કહેવા જેવી. ચોક્કસ વાંચજો
મારાં સપના તારી આંખે સાચા પડતાં જાય,
એને નવું વર્ષ કહેવાય.
હું કાંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય,
એને નવું વર્ષ કહેવાય.
લાભ, શુભ ને ચોઘડીયા પણ અંદર થી ઉજવાય,
એને નવું વર્ષ કહેવાય.
ટૂંક માં તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય,
એને નવું વર્ષ કહેવાય.
અંકિત ત્રિવેદી