Gujarati Quote in Quotes by Bhavesh Rathod

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવી દિશા,નવી પ્રભા અને નવી ચેતના
ઉર ઉમંગ માં નવી ઝંખના નવી ભાવના

મન મંદિર માં આશાઓની નવી રટણા
નવલ વરસ સરસ બનો એવી પ્રાર્થના

દોડી આવે સંબંધો માં સંપ નિત્ય ને એકતા
દેવ, ઋષિ ને વડીલો ની હો શીતળ છાયા

નમો , ત્યાગો ગમતું પામો અંતર ની સદઇચ્છા
સદા રાજીપો સુખ શાંતિ ની રહો છત્તર છાયા

ધર્મ આસ્થા સેવા ભાવના મનમાં ઈશ્વર પ્રીતિ
અમૂલ્ય જીવન માં મળજો આ વૈભવ ને સંપતિ

વતન દેશ અને સંસ્કૃતિ નું સદા કરીએ જતન
સ્વીકારો ! અમારા નવલ વર્ષે નવલા અભિનંદન

જય શ્રી કૃષ્ણ
સાલ મુબારક

Gujarati Quotes by Bhavesh Rathod : 111278586
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now