Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આજે નૂતન વર્ષાભિનંદન* લેખ.... ૨૮-૧૦-૨૦૧૯

આજે નવું વર્ષ... હેપી ન્યૂ યર... નૂતન વર્ષાભિનંદન...‌‌.. સાલ મુબારક .... આજે વહેલા ઉઠીને નવા કપડાં પહેરીને મંદિર અને વડીલો ને પગે લાગી ને આશીર્વાદ લેવામાં આવે છે એ આપણી ભારતીય સંસ્કૃતિ છે.... આસોપાલવ ના તોરણ દરવાજે લગાવામાં આવે છે.... હજુ ઘણી જગ્યાએ પરોઠિયે નાના છોકરા સબરસ વહેંચવા નિકળે છે..‌ વેપારીઓ ગોળ,ધાણા ના શકન કરાવે છે...
'અંતર એનું આસોપાલવ
આંખો એની જયોતનો વૈભવ
જેના હૈયે અઢળક કરુણા
એને બારેમાસ નવું વર્ષ છે'
પણ આપણે તો દિ' ઉગે હોળી હોય .. ક્યાંય કોઈ ને નમવું નથી... તારાથી વધું હું હોશિયાર એની જ ખેંચતાણ ચાલે છે... એકબીજા ની કાપવામાં જ પડ્યા છીએ તું મારાથી આગળ કેમ આવે??? માટે જ નવાં વર્ષમાં એવું કંઈક કરી લેવા માટે આજે વરસના ઉઘડતા પ્રભાતે સંકલ્પ કરવાનો છે કે થશે તો કોઈનું સારું કરીશ પણ કોઈ ના જીવનમાં અડચણ રૂપ નહીં બનું.....
" આવ્યું નવું નકોર વર્ષ
સવાર છે સલૂણી ને સરસ
બુઝાવવા કોકની ભૂખ તરસ
વરસો મન મૂકીને વરસો "
વરસ્યા કરવા માટેનો સંદેશ લઈને આવે છે દરેક નવું વર્ષ.... આપણે દિલ ખોલીને ભાવનાઓ વ્યક્ત નથી કરતા આપણે તો તરસ્યા રહેવુનુ જ શીખ્યા છીએ.... કારણ કે તરસના તીરે ટળવળીએ છીએ... વહાલની વર્ષા ને સ્પર્શયા જ નથી ને???
તો હવે વરસવાનું શીખીએ...... દુનિયા આખીમાં કોઈ ને કોઈ દુઃખ છે, સંતપ્ત છે, અંદરથી સળગે છે, દરેક ના જીવન ધખે છે પીડાના અંગારાથી.. આપણે નિર્વ્યાજ નેહના મેહ બનીને વરસી રહીએ.... કોકની આંખ ના આંસુ લૂછીએ... કોકની ભૂખમાં ભાગ પડાવીએ... કંઈક કરીએ કોકની ખાતર... કોકની ખુશી નું કારણ બનીએ...
" આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલી શુભેચ્છા મુબારક
તમને બધું ખુશહાલ મુબારક
મારા તમને સાલ મુબારક "
ભાવના ભટ્ટ અમદાવાદ.......

Gujarati Blog by Bhavna Bhatt : 111278556
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now