*દિવાળી*
સપ્તરંગ રંગથી સજી રંગોળી,
દિપના પ્રકાશે આવી છે દિવાળી.
રંગ બે રંગી મીઠાઈ જમજો મળી,
હળજો મળજો હૈયે મળી.
હોય જ્યાં ખટાસ તો કરો પુરી,
જેમ દુધમાં સાકર ભળી.
દિવાળી આવી લઈને નવું વરસ,
ભેગા થજો ભાઈ બંધુ સરસ.
દિવાળી ધમાકેદાર એન્ટ્રી કરજો,
ફટાકડા ફોડવા થોડુ લોભ કરજો.
વંદન કરજો માત પિતા ને ચરણે,
નર કહે ભગવાન એના રહે સરણે.
દિવાળીએ રામ અયોધ્યા પધાર્યા,
આવકાર આપજો કહી ભલે પધાર્યા.
નારાણજી જાડેજા ( ગઢશીશા )
"નર"
મુન્દ્રા કરછ