આપણા શાસ્ત્ર અનુસાર જે દિવસે શ્રીરામનુ વનવાસ પુર્ણ કરીને અયોધ્યામાં આગમન થયું હતું, (એક માન્યતા અનુસાર પાંડવોનું પણ વનવાસ પુર્ણ કરીને આજ દિવસે આગમન થયું હતું ) ભગવાન શ્રીકૃષ્ણએ નરકાશુર નો વધ કર્યો હતો તેમજ સમુદ્રમંથન દરમિયાન મહાલક્ષ્મીનું જે દિવસે પ્રાગટ્ય થયું હતું એ દિવસ એટલે દિપાવલીનો શુભ દિવસ.. અને એટલે જ હર્ષ અને ઉલ્લાસના આ દિવસે દિપ પ્રાગટ્ય કરીને આપણે ઉજવણી કરીએ છીએ, સાથે-સાથે આ પર્વનું ધાર્મિક, આધ્યાત્મિક મહત્ત્વ પણ અદકેરું છે,
ઓજસ-તેજસ અને વર્ચસના સુભગ સમન્વય સમા પ્રકાશના આ પર્વ દરમિયાન દૈવીશક્તિની કૃપા, પ્રસન્નતા પ્રાપ્ત કરીને જીવન સાફલ્યતા, સાર્થકતા માટે બારસ થી લઈને અમાસ સુધી માં ભગવતીની વિવિધ રૂપે પુજા, અર્ચના, અનુષ્ઠાન કરવામાં આવે છે, આ દરમિયાન આવતી કાલીચૌદશની રાત્રીનુ પણ ખુબજ અને અનેરૂ મહત્વ છે,
(આપણા શાસ્ત્રો અનુસાર આખા ય વર્ષ દરમિયાન આવતી ચાર રાત્રી નુ ખુબજ અને વિશેષ મહત્વ છે, આ ચાર રાત્રી એટલે ---- કાલરાત્રિ,મહારાત્રી, મોહરાત્રી અને દારૂણા..... એટલે કે ક્રમશઃ..
કાલી ચૌદશ,શીવરાત્રી, જન્માષ્ટમીની રાત્રી, અને હોળીની રાત્રી.)
પ્રકાશપર્વ દરમિયાનના દિવસોમાં આ રીતે દેવીના સ્વરૂપનું પુજન અર્ચન, અનુષ્ઠાન કરવામાં આવે છે
1-વાક્બારસ-
(વાક્=વાણી=જ્ઞાનશક્તિ=મહાસરસ્વતી)
2-ધનતેરસ-
(ધન=અર્થ=દ્રવ્યશક્તિ=મહાલક્ષ્મી)
3-કાલીચૌદસ-
(કાલી=કાળ=કામ=કર્મશક્તિ=મહાકાલી)
4-દિપાવલી --- તમસો મા જયોતિર્ગમય---
(અજ્ઞાનમય અંધકારરુપી અવસ્થામાંથી દિવ્ય પ્રકાશપુંજની પ્રાપ્તિ તરફ પ્રયાણ)
વાકબારસના દિવસે મહાસરસ્વતીની પુજા કરવાનું વિશેષ મહત્વ છે,
ધનતેરસના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે,
કાલી ચૌદશ ના દિવસે મહાકાલીની પુજા કરવાનું વિશેષ મહત્વ છે,
અને દિપાવલીના દિવસે દિવ્ય પ્રકાશપુંજ રુપી ત્રણેય મહાશક્તિનું પુજન કરવાનું વિશેષ મહત્વ છે,
સમગ્ર બ્રહ્