*દિવાળી તું કયાં ખોવાઇ ગઇ ???*
*હું શોઘુ તને ગલી ફળિયામાં,*
*તું ખોવાઇ ગઇ સીમલા મનાલીમાં....*
*હું શોઘુ તને ટમટમતા દિવડામાં,*
*તું ખોવાઇ ગઇ ઝગમગતી રોશનીમાં...*
*હું શોઘુ તને ફળિયાની રંગોળીમાં,*
*તું ખોવાઇ ગઇ બ્લોકસની ડિઝાઇનમાં...*
*હું શોઘુ તને સાકરની મીઠાસમાં,*
*તું ખોવાઇ ગઇ ડ્રાયફ્રુટસની ખારાશમાં..*
*હું શોઘુ તને મંદિરની પૂજામાં,*
*તું ખોવાઇ ગઇ હોટલના ડિનરમાં...*
*હું શોઘુ તને મઠિયા પૂરીમાં,*
*તું ખોવાઇ ગઇ નાસ્તાના પેકેટસમાં...*
*હું શોઘુ તને ઘુઘરા મગસમાં,*
*તું ખોવાઇ ગઇ મોંઘી મીઠાઇમાં...*
*હું શોઘુ તને કાડઁની શુભેચ્છામાં,*
*તું ખોવાઇ ગઇ મોબાઇલના મેસેજમાં...*
*હું શોઘુ તને સ્વજનોની હુંફમાં,*
*તું ખવાઇ ગઇ પાટીઁ પીકનીકમાં...*
*હું શોઘુ તને ચાંદલીયા-લવિંગીયામાં,*
*તું ખોવાઇ ગઇ આતશબાજીમાં...*
*હું શોઘુ તને આસોપાલવના તોરણમાં,*
*તું ખોવાઇ ગઇ બંઘ દરવાજામાં...*
*હું શોઘુ તને,*
*દિવાળી તું કયાં ખોવાઇ ગઇ ???*