આવી દિવાળી..આવી દિવાળી
કર્યો અજવાળા મે ઘરમાં,
માનવ મનની વાતો ભીતર ભરી લઈ ,
ચાલને હું અજવાળા..
રામ આવ્યાં અયોધ્યા,
કર્યા ઘરને ફરિયું સાફ,
ચાલને આ કુટેવોને બહાર ત્યજી દઈ..
સબંધ રાખી મીઠા મીઠાઈને બાટી દઈ ,
એકબીજા પ્રત્યેના ભેદભાવ દુર કરી કરી લઈ,
ત્યારે સાર્થક થાશે આ રંગ કેરી દિવાળીનો ઉજાશ પાથરી દઈ.
આવી દિવાળી..આવી દિવાળી
-હાર્દિક સંખાવરા