સ્ટ્રીટલાઈટ.......... (લઘુવાર્તા)
રાત્રિનો દોઢ વાગી ચૂક્યો હતો. તેણે દૂર નજર નાખી સાઈકલ પર કોઈ માણસને આવતો જોયો
તે સતેજ બનીસ્ટ્રીટલાઇટ નીચે દેખાય તે રીતે અંગ પ્રદર્શન કરતી ઉભી રહી નજીક આવેલા પુરૂષની નજર તેની પર પડી...
અને... તે તેણીની તરફ ખેંચાયો.
તે ગરીબ સ્ત્રી હતી તેનો પતિ તેને છોડીને ચાલી ગયો હતો. તેના દીકરાને ભણવાની ખૂબ ધગશ હતી ,આથી તેને સારી રીતે ભણાવવા માટે પૈસા ભેગા કરવા જરૂરી હતા જેથી દીકરાને ખૂબ સારી રીતે ભણાવી શકે . હોસ્ટેલની અને સ્કૂલની ફી ભરવાનો આજે જ કાગળ આવ્યો હતો જે નહીં ભરવામાં આવે તો પરીક્ષામાં બેસવા દેશે નહિ તેવુ કાગળમાં લખેલું હતું.
બંગલામાંઘરકામ કરતી આ સ્ત્રી સમયસર સ્કૂલની ફી ભરવાના ટેન્શનમાં,હોસ્ટેલ માં ભણતા દીકરા ને ખબર ના પડે તે રીતે ખાનગીમાં આ કામ કરવા આવી હતી...
તેણે જોયું રોડની સામેની તરફ આવેલી સ્ટ્રીટલાઇટ નીચે એક ગરીબ બાળક વાંચી રહ્યું છે. તેને જોઈને પોતાનો દીકરો યાદ આવી ગયો.
હજુ તે ... આગળ કંઈ વિચારે તે પહેલા અચાનક વીજળી ચાલી ગઈ..... અંધકારમાં પેલા બાળકને ચાલી જતું.. અને પેલા પુરુષને સાઈકલ પર ચાલ્યા જતો... અનુભવી રહી.. તેની આંખમાં ઉભરી આવેલા આંસુ અંધકારમાં ભળી ગયા.
તેના બાળક ના અને રોડની સામેની તરફ વાંચતા બાળકના ભવિષ્યમાટે સ્ટ્રીટલાઇટ આજે અવરોધ બનીને ઊભી હતી.. .
******
દિનેશ પરમાર" નજર" (લખાણ સમય મે ૧૯૮૨)