Gujarati Quote in Whatsapp-Status by DINESHKUMAR PARMAR NAJAR

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

 અંધકાર.............. (લઘુવાર્તા)
-------------------------------------------------------------------------
રાત્રી પડી ગઈ.....
તેની બહેન માગી હતી. તેનું દુર્ભાગ્ય તો જુઓ?,  આવતીકાલે રક્ષાબંધન હતી અને તેની  બહેન આજ હોસ્પિટલમાં કણસતી હતી. તેનું ઓપરેશન કરવાની  તાતી જરૂરિયાત હતી . ગરીબ હતો આથી તે પૈસાની વ્યવસ્થા કરવા જાય છે તેવું જણાવી, ડોક્ટરને ઓપરેશન કરવાનું   કહીને તે નીકળી પડ્યો.

શહેરમાંથી પસાર થતા એક રાખડી ની દુકાન પાસે  અટક્યો. આવતીકાલે રક્ષાબંધન હોવાથી દુકાનમાં ખૂબ જ ભીડ હતી.  રસ્તાનીસામેના છેડે ઉભા રહી તે દુકાનમાં પૈસાથી ઉભરાતા કાઉન્ટરને જોઈ રહ્યો.
      આખાયે શહેરની વીજળી ગુમ થતા અંધકાર છવાઈ ગયો. પોતાની બેન ને યાદ કરતા તેનું મન બગડ્યું. ને રાખડી ની દુકાનમાં ઘૂસી ગયો.
     બીજી પળે" ચોર ...ચોર ..  પકડો ...પકડો..." એવા અવાજો ઊઠ્યા અંધકારનો લાભ  તે નાસી છુટયો.

  કાઉન્ટર પર નો ગલ્લો બે હાથમાં ઝાલી એ ક્યાં સુધી અંધકારમાં હોસ્પિટલ તરફ દોડતો રહ્યો...

તે હોસ્પિટલ પાસે પહોંચ્યો ત્યાં જ અચાનક ડુલ થયેલી વીજળી ચાલુ થઈ . તેણે જોયું તો તેના હાથમાં જે પૈસાનો બોક્સ હતો તેની સાથે દુકાનમાં લટકતી એક રાખડી ખેંચાઈને આવેલી  ઝોલા ખાતી હતી. તે હસ્યો...

   ઓપરેશન  થિયેટર પાસે આવતાં જ  શ્વેત ચાદરમાં  લપેટેલી પોતાની બહેનની લાશને જોતા" નહીં... બેન.... નહીં... ." કહીને ચીસ પાડી. તેના હાથમાંથી પૈસાનો બોક્સ અને રાખડી  ફર્શ પર પટકાઈને વેરવિખેર થઈ  પડ્યા.

              જે અંધકારે  તેને પૈસા ચોરી કરવાની તક આપી હતી તે જ અંધકારે તેની બહેનના ઓપરેશનમાં અવરોધ પેદા કર્યો હતો.

                                            ******
દિનેશ પરમાર" નજર" (લખ્યા સમય મે ૧૯૮૨)

Gujarati Whatsapp-Status by DINESHKUMAR PARMAR NAJAR : 111277158
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now