*ગમે છે*
તારા શબ્દોમાં મોહાઈ જવું ગમે છે,
તારી લાગણીઓમાં ખોવાઈ જવું ગમે છે,
તારી યાદોમાં પરોવાઇ જવું ગમે છે,
તારા નિયમમાં બંધાઈ જવું ગમે છે,
તારા સ્મિતમાં સમાઈ જવું ગમે છે.
તારી આકૃતિમાં આલેખાઈ જવું ગમે છે.
તારી સંવેદનમાં સમાઈ જવું ગમે છે,
તારી સંપૂર્ણ ક્ષણોમાં ખોવાઈ જવું ગમે છે..
તારા શ્વાસોશ્વાસમાં સમાઈ જવું ગમે છે..
તારી આભામાં આકર્ષાઈ જવું ગમે છે..
તારા પ્રેમ અંગેનું તોહમતનામું ગમે છે.
તારી નજરના જામ પીવા ગમે છે.
*મિ. અન્ડર ગ્રાઉન્ડ*