#my_words (જેને ક્યારેય પણ ભૂલી ના શકાય તેવી એક યાદ)
આજે તું યાદ આવે છે...
કેટ કેટલા મહિના થી પોતાની જાત ને,
સમજાવેલી તે વાત આજે ખોટી લાગે છે,
આજે તું યાદ આવે છે...
તારો હાથ અમસ્તો જ ન તો પકડાઈ ગયો,
તે વાત આજે સમજ આવે છે,
આજે તું યાદ આવે છે...
કન્ફ્યુઝ તો પહેલા પણ થઇ હતી છતાં,
તે સમજાવેલી બધી ક્ષણોનો અસંગરો લાગે છે,
આજે તું યાદ આવે છે...
બીજા પર નો બધો ગુસ્સો જ્યારે તારા પર ઉતારતી હતી,
ત્યારે તે કીધેલી વાત કે "મને તો તારા પર વહાલ આવે છે",
આજે તું યાદ આવે છે...
ખાલી "હેલો" સાંભળીને મારા મૂડનો,
તને ખ્યાલ આવે છે,
આજે તું યાદ આવે છે...
મૌન કાફી હોય છે મારું તને જતાવવા કે,
મને તારી જરૂર લાગે છે,
આજે તું યાદ આવે છે...
મને બરોબર કરવા માટે તારી,
મારી સામે આવવાની જરૂર ના લાગે છે,
આજે તું યાદ આવે છે...
ખાલી ઘર, ખાલી મન બંન્ને શોધે છે,
મારી આંખો પણ ખાલી થવા લાગે છે,
આજે તું યાદ આવે છે...
આંખથી તો બહુત દૂર છે તું પણ,
મનની નજીક લાગે છે,
આજે તું યાદ આવે છે...
બીજું તો શું કહું હવે,
આ "રાધા" પોતાના "કાના" વગર અધુરી લાગે છે,
આજે તું યાદ આવે છે...
હીમાશ્રી...
"રાધું"