પહેલી નજર....
પહેલી નજર જોયા એમને, અને ખાસ બની ગયા.
કેમ છો? પૂછ્યું એમાં તો એ શ્વાસ બની ગયા.
એમને નજર ઉઠાવી? અને ધબકાર વધી ગયા
એકજ ઈશારે એમના, અમે શ્વાસ ચુકી ગયા.
જરાક અમથા સ્મિત થી, ઘાયલ કરી ગયા.
હાથોના સ્પર્શ થી, એ જાદુ કરી ગયા.
નજર થી નજર મળી ને, નજારો કરી ગયા.
કિરણ પહેલી જ નજર માં ઇશ્ક માં બીમાર કરી ગયા