Gujarati Quote in Poem by Hitesh Shiroya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*એક વાર ગામડે જાવું છે...*

ધૂળ ખાતા કાચા મકાન ને રંગ લગાવી સ્નેહ ના દીવડા પ્રગટાવી દિવાળી?? મનાવવા..
*ગામડે જાવું છે.*

દીકરાઓ ની રાહ જોઈ ને બેઠેલા ઘરડા માઁ બાપ ????ની આંખો ની તરસ છિપાવવા..
*ગામડે જાવું છે.*

સુમસાન પડેલી શેરીઓ ને શણગારી ને ફટાકડા ફોડી ને ગજાવવા..?
*ગામડે જાવું છે.*

શિયાળા ની ઠંડી મા સવારે ખભે છાલ નાખી ને શેરી મા તાપણું કરી ને નાના મોટા બધા ભેગા બેસી ને સુખ દુ:ખ ની વાતું કરવા?
*ગામડે જાવું છે.*

મોટી મોટી ગાડીઓ મા બહુ ફર્યા ?...ફરી થી ગાડા મા બેસી ને વાડીએ જાવું છે.
વાડી મા વહેતા ધોરિયા માંથી પાણી પીવા?
*ગામડે જાવું છે.*

પિજ઼્જ઼ા બર્ગર બોવ ખાધા?? ..હવે બા ના હાથ ના રોટલા? ખાવા
*ગામડે જાવું છે.*

સિમેન્ટ ના જંગલ માંથી બાર નીકળી ને? વાડીએ જઈ ને લીમડા ના છાંયડા નીચે ઠંડા પવન ની મજા લેવા ??
*ગામડે જાવું છે.*

શેઠિયા ને વેપારીઓ ને બવ મળી લીધું??‍⚖ ....આખી રાત વાતું કરીએ તોય નો ખૂટે એવા ગામડા ના મારા મિત્રો ને મળવા ??‍♂
*ગામડે જાવું છે.*

અહીં સાંજ ક્યારે પડે એ પણ નથી ખબર રેતી? ..... ગામ ના રામજી મંદિરે જાલર નગારા વગાડવા દોટ મુકતા? ?.....ફરી એક વાર એ મધુર ધુન સાભળવા?
*ગામડે જાવું છે.*

અહીં સવાર પડે અલાર્મ વાગે⏰ એટલે દોડવા માંડવા નું છેક સાંજે પાછા આવવાનું ..... ત્યા મોડે સુધી ફળિયા મા ખાટલા મા સૂતું રેવાનું પછી જાગી ને દાતણ મોં મા લઈ ને ડેલી એ ઊભું રેવાનું ...આવતા જતા વડીલો?? ને *જયશ્રી કૃષ્ણ* કેવાંનું ....... એ આનંદ માણવા
*ગામડે જાવું છે.*

વીડિયો ગેમ્સ તો બહુ રમી? ....એ શેરી મા ગેડી દડો અને સંતા કુકડી રમવા ??‍♂
*ગામડે જાવું છે.*

એક નમ્ર વિનંતી ?? મારા *ભાઈઓ ને કે .... *ગામડે જજો* ....

*કારણ*

આપણા ગામ ને જીવતું રાખવું હોય તો આપણે ભલે વર્ષ મા એક વાર જઈએ પણ *જઈએ.*
એવો સંકલ્પ લઈએ ...નહીં તો આવનરી પેઢી ખાલી *ફોટા* ???? જોઈ ને *આશ્ચર્ય* કરશે... કે ગામ આવું હોય ???

*?આવો આ દિવાળી ગામડે મનાવીએ.

Gujarati Poem by Hitesh Shiroya : 111275089
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now