રંગ..
રંગ ભર્યા છે મેઘધનુષ માં,
નભ ને અવની નો ઝૂલો તેતો,
રંગો ભર્યા આ સૃષ્ટિમાં કંઈક...!
કયો રંગ હૈયે વસાવી મન,
હરખાય એ તો હૈયે ઝુલાવે,
રંગો ભરે પંડે આ માનવ કંઈક...!
રસ ભર્યા છે જીંદગીમાં ,
કયો રસ હૈયે સંજોરે એ,
કે હર ધડી પૌરૂષ રસ કંઈક...!
પ્રેમ જતાવી ને જીવાડવામાં,
ઓળખ અંતરના આત્મા ને,
કે કોઈને ન ભૂલ્યા ઓળખવા કંઈક...!
જયશ્રી.પટેલ
૨૧/૧૦/૧૯