સાવ અજાણ શહેર તારું
ક્યાંક લાગે છે શાંત મને !
સમજણ શોધું જગ માહી
તણખો લાગે છે આગ મને !
ડગલે પગલે ચાલતો શ્વાસ
ક્યાંક લાગે છે કાચ મને !
ભીતર બહુ ઘવાયેલો હું
ઝખ્મ લાગે છે આઘાત મને !
અજવાળું બની નિરખજે
એકલતા લાગે છે રાત મને !
મન મારુ ખોઈને ; હરએક
ગમે છે દિલ ની વાત મને !
~ Chaitany ✍