સુવિચારોથી કશું જ નથીં થતુ.
વિચારને મનમાં ઉતારવાથી,
અમલમાં મુકવાથી થાય છે.
'ઘરને સ્વર્ગ બનાવવું'
વિચાર બહુ સારો છે.
પરંતું જ્યા સુધી આપણાં વ્યવહારમાં
કંકાસ, ગુસ્સો, ઇર્ષા, અહંકાર હોય
ત્યાં સુધી નર્ક જ રહેવાનું.
વાણી વર્તન અને વ્યવહારમાં
પ્રેમ ન વહે, પરિવારના સભ્ય
પ્રત્યે આદર ન સર્જાય,
ભૂલો ગોતવા કરતાં હુંફ અને
સ્નેહથી તેની ભુલ ને સિચવાનું
કામ ન થાય ત્યાં સુધી
પરિવાર અધુરો રહે,
સ્વર્ગ સુધી પહોંચવાનું
બાકી રહે.
- હાર્દિક રાવલ