? કોઈને દુઃખ ના લાગે એ માટે મૌન વજનદાર રાખું છું, નહીં તો શબ્દો હું પણ ધારદાર રાખું છું !!
?હું ઘણું બધું જાણું છું પણ અજાણની જેમ રહું છું, ના બોલવું એ મારી કમજોરી નહીં પણ મૌન રહેવું એ મારી તાકાત છે !!
?જીભ કડવી છે મારી પણ દિલ સાફ રાખું છું, કોણ ક્યારે અને ક્યાં બદલાયા બધો હિસાબ રાખું છું.
?જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે લોકોને સારો લાગ્યો છું, જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો છું .
?નમતો હતો, નમું છું અને નમીશ માત્ર સંબંધો સાચવવા માટે, બાકી લાચાર ત્યારે પણ ન હતો અને આજે પણ નથી !!
? મિલાવું હાથ તો એમાં મિલાવટ હું નથી કરતો, સંબંધોમાં સમય વર્તી સજાવટ હું નથી કરતો !!
? કપટીઓને કહી દો સમય ખાલી મૌન છે, બાકી બધી ખબર છે મને કે કોની પાછળ કોણ છે !!
?હકથી પૂછશો તો શ્વાસોશ્વાસની ખબર આપીશ, જો શંકાએ સ્થાન લીધું તો મોતનીય ખબર નહીં આપું.
? કોઈને જીવતા જ જરૂર પડે તો ખંભે સહારો આપી દેજો, કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું કે આ કામ મરણ પછી જ થાય. .???????