આ કેસ રસપ્રદ રહ્યો. ઈચ્છાઓને ખુલીને વ્યક્ત ન કરી શકનાર એક વ્યક્તિ. ઈચ્છાઓ હદ વટાવે ત્યારે કદાચિત તમને એ દરેક વસ્તુઓથી દૂર ઢસડતી જાય છે. પોતાનું શું છે , કોણ પોતીકું છે , સ્વ શું છે એ ખયાલથી પરે. આવી જ વાત લઈને આવેલું પેશન્ટ. તેની એક જ જિદ્દ કે એને ઘર નથી ગમતું , ઘર છોડી દેવું છે , આઝાદી જોઈએ છે. ભીડનો જ એક ભાગ હોવા છતાં ભીડથી અલગ થવાની લત લાગી જાય છે ઘણી વાર.
મેં એને પૂછ્યું કે એને કેવી આઝાદી જોઈએ છે? એને કહ્યું કોઈ બાંધે નહિ એવી , બધા બંધનો નથી જોઈતા મોમ નઈ પાપા નહિ કોઈ જ નહિ . જે મને પૂછે કે તું શું કરે છે , ક્યાં જાય છે , તારે સશું કરવું છે , પાછા ક્યારે ફરીશ , કેટલી વાર લાગશે વિગેરે વિગેરેના જેકેએબો મારે નથી આપવા. બસ માસ્ટ મૌલા બનીને ફરવું છે. બસ હું મારી સાથે હોઉં એવું જોઈએ છે મને. અને મેં કહ્યું ઠીક છે સરસ તને ખબર છે તને શું જોઈએ છે . તો ક્યારે આઝાદ થવું છે?