નવા_દુઃખો૫#સીઝન૪
હું અને વાઘ sea world માં
*************************
વાઘ હવે દુઃખી છે. ના ના, મારો ચેપ નથી લાગ્યો, કેટલાય દિવસ થી એને કોઈ પ્રાણી જ જોવા નથી મળ્યાં. એટલે આજે વાઘ સાથે સાંડિયા ગો માં સિ વર્લ્ડ જોવાનો પ્લાન હતો. મને ખબર હતી કે આજે એને મજા પડવાની છે, અને અે કારણે હું રોજ કરતાં થોડી માપ માં જ દુઃખી છું.
હજારો એકર માં પથરાયેલા વિશાળ સિ વર્લ્ડ માં જાત જાત ના પ્રાણી ઓ નાં શો હતા. પાણી માં એક સાથે ખેલ કરતી ઉછળતી કૂદતી ડોલ્ફિન જોઈ ને વાઘ સખત ગેલ માં છે. આગળ sil નો શો જોઈ ને એને ત્યાં જ રોકાવું છે. સીધો મેનેજર ને મળવા દોડ્યો કે આજ થી હું અહીં જ રહીશ. હું ભડકી અને ..દુઃખી થઈ( એને ભારત ને બદલે અમેરિકા ગમ્યું?) ? આખો દિવસ પેંગ્વિન શો, પાંડા શો , ફિશ શો.. ઓહો.. અદભૂત એમાંથી તમને બહાર નીકળવાનું મન જ ના થાય.
આખા દિવસ ની ફૂડ કૂપન લીધેલી. કલાકે કલાકે રસ્તા માં જે રેસ્ટોરાં આવે ત્યાં તમે જે ખાવું હોય અે ખાઈ શકો. વાઘ ને બહુ દિવસે નોન વેજ મળ્યું. એટલે અેને તો જલસા પડ્યાં. મારે ખાલી ફ્રૂટ અને કોક પર આખો દિવસ કાઢવાનો આવ્યો. સાંજ પડતાં પડતાં ખાઈ ખાઈ ને વાઘ ને ફૂડ ઇનફેકશન થયું છે , જેને લીધે એ મારી પાસે હેડેક ની દવા માંગી રહ્યો છે.
મેં કહ્યું, દુખે પેટ અને કુટે માથું, આને જ કેહવાતું હશે.. આ વાત પર ખોટું લગાડી ને રિસાઈ ને વચોવચ બેસી ગયો છે. ફરી દૂર પોલીસ દેખાઈ રહી છે. મને કંઈ દંડ કરે અે પહેલાં આજે પણ સી વર્લ્ડ અધૂરું છોડવું પડ્યું..
હવે કહો વાચકો, હું દુઃખી કેમ ના થાઉં ?