નસીબમાં લખ્યું તેજ મળશે
પછી કઈ વાતનું દુખ આજે,
જેના વિશે વિચાર્યું તે જ નહીં
જે મળ્યું તે મંજુર નહીં
દિવસ વીતે તો રાત નહિં
જાણે બધીજ પળો ખ્યાલ હોય
રિસાયેલ છે જિંદગી આજે
બંધાયેલા બંધનના કારણે
જુવે તો ગુજારીશ છે
ના જુવે તો તે પળ જુદાઈ
કઈક અલગ છે નશીબ અમારું
એક પળ મહેફિલ સજાવે છે
ને બીજી જ પળ આશું
કંઈક વગર માંગે મળી ગયું
કંઈક માગવા છતાં પણ ના મળ્યું
અજીબ ઉલ્જન છે જીદગી
કયારેક હસતી રાહોમાં મળે છે
તો કયારેક યાદોમાં સમાય છે
આ યાદ આ સમય જિંદગીનો
કિસ્મત ની સાથે જ લડે છે
બસ આપડે ખુશ છીએ જિંદગીમાં
આનાથી વધારે શું જોઈએ બીજું