Gujarati Quote in Motivational by MaNoJ sAnToKi MaNaS

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

? ઈશ્વરના હાથનું છેલ્લું સર્જન કદાચ માનવ હશે . જે પોતાની તમામ અભિવ્યક્તિ લઈને જન્મો છે . પોતાને બોલવું , વિચારવું , ખાવું , પીવું કે પોતાના સપના પુરા કરવાની જો કોઈ જીવમ ક્ષમતા હોઈ તો તે મારા અંદાજ થી માણસ છે . જે પોતાનું ધાર્યું કરી શકે છે .

માનવ પોતાના મગજના ખેડાણ થી આજે અંતરિક્ષમાં પોતાનું ડાહીત્વ નોંધાવી ચુક્યા છે . સાથે ઈર્ષા અને સ્વાર્થના મૂળ પણ ઊંડે સુધી નાખી ચુક્યો છે . હું અહી લખું છું એ મારો સ્વાર્થ એ પણ સ્વીકારું છું . બધાને બુધ્ધિ આપી છે પણ એનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણા પર નિર્ભર કરે છે .

પોતાના અનુભવ કે જીવનના કોઈ પ્રસંગનું લખાણ અહીં કરવામાં આવે છે . એ કવિતા , લેખ કે વાર્તારૂપ કેમ ન હોઈ . એ માનવ મનનું ખેડાણ છે . જ્યારે એ લખતા માણસ કેટલો ખુશ હશે કે કેટલો ધ્રુજયો હશે . એનો અહેસાસ કદાચ વાંચનકરતા ને ખૂબ ઓછો થતો હોય છે . જ્યારે પોતાની મહેનતથી લખેલું કોઈ બીજા માણસ પોતાના નામ નીચે લઈલે ત્યારે ક્રોધ આવવો કે દુઃખી થવું સ્વાભાવિક છે .

અત્યારે અપડેટ જમાનામાં ફાસ્ટ બધું જોઈએ છે . લોકપ્રિયતા પણ ફાસ્ટ જોઈએ છે . એ માટે માણસ કોઈપણ હદ સુધી જઈ શકે છે . અનેક સાથે અન્યાય કરી એ માણસ ઉંચા સ્ટેજ પર પહોંચે છે ત્યારે આ આંધળી પ્રજાને ફક્ત એ માણસનું સ્ટેજ જ દેખાય છે . એ માણસ કેટલાને કચડીને ત્યાં પહોંચ્યો તેનો ખ્યાલ નથી હોતો .

અત્યારે હું આ લેખ લખું છું આને પોસ્ટ કરતા જ કોપી કરો બીજા કોઈને નામે થઈ જવાનો છે . એ વાત હું જાણું છું . પણ લખવાની આદતથી મજબુર છું . સવારે એક પ્રેમનો લેખ અપલોડ કર્યો ત્યારે મારા એક મિત્રએ મને કહ્યું કે ભાઈ એક કલાકમાં માત્ર આઠ જ લાઈક આવી છે . એ ભાઈની વાત સાચી હતી . પણ અહીં લોકોના માનસિક લેવલ એ નથી રહ્યા કે સારા અને નરસનો ભેદ કરી શકે .

કુદરતે આપેલ ભવ્ય મગજની કિંમત કોઈ જ નથી આજે . માણસ. ને તૈયાર કરી ને આપી ત્યારે એવું કહે છે કે એ તમામ કોળિયા પર મારુ જ નામ હોવું જોઈએ . પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી કૈક નવું સર્જન કરવાની વૃત્તિ નથી રાખતો . થોડા વરસમાં ઘણા લેખકો અને કવિ એફબીમાં આવ્યા છે . એટલા જ એફબીમાં કોપી પેસ્ટીયા પણ ઘુસી ગયા છે . જે કોઈ કાઈ લખે અને એની કોપી કરી પોતાના નામનો દસ્તાવેજ કરી બેસી જવું એવી જ ફિરાકમાં છે .

તો એ બુદ્ધિના પડીકાઓ કુદરતના અમૂલ્ય સર્જનને આમ મિથ્યા ન જવું દ્યો . મગજનો ઉપયોગ કરી માણસની યોગ્યતા તપાસી એને પ્રોત્સાહિત કરો . એવું ના કરી શકો તો વાંધો નથી . પોસ્ટ બઠાવી લેવાના નુસ્ખા બંધ કરો .

?મારી નજરે ફેસબૂક?

✍️મનોજ સંતોકી માનસ✍️

Gujarati Motivational by MaNoJ sAnToKi MaNaS : 111273680

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now