જો માની બેસીશ તું તને કૃષ્ણ
તો તારી રાધા હું જ છું.
તું અટકચાળા ઓ ની આદત
તો હું તેની સજા.
તું વિરહ રૂપી પ્રવાસ
તો હું સંજોગ રૂપી પ્રયાસ.
તું શત્રુઓ નું મારણ
તો હું તારું એક માત્ર પ્રેમ રૂપી કારણ
તું અવિચળ રાજનીતિજ્ઞ
તો હું અવિરત પ્રેમપ્રતિજ્ઞ
તું સુર
હું તારી રેલાવલી
તું અથાગ પ્રવાસી
તો બસ હું તારી એક રાહદારી.
તું કેશવ તું જ માધવ તું જ રાઘવ ને તું જ મારો કાન્હા
પણ હું તો તારી અચલ એક જ રાધા.