નાદાન જીવે છે અહીં, ઝખ્મો ને ઘાવ માં,
મડદાં નીકળે વસ્તીમાં, જીવન છે ખ્યાલમાં;
ના ભૂલ્યા એક ક્ષણ,માન અને અપમાન માં,
કાંટા નો તાજ ઈચ્છે છે, કીર્તિ ના ખ્યાલ માં;
રંજ વાતે વાતે, બેફામ છે બેફિકર બનીને જ,
મન જીતીના શક્યા પણ ફકીરી છે ખ્યાલમાં;
આપ સદા સુમિરણ, કર માળા ગ્રહી ને સદા,
મનોરથ નિરંતર મનમાં, મનોલય છે ખ્યાલમાં;
અનંત આનંદ ભીતર બહાર, એક સ્વરૂપ માં,
દ્વૈત ભાવ જીત્યા નહીં પણ અદ્વૈત ખ્યાલ માં;