રાહ જોવુ છું હુ તારી
તું આવીશ તો ખરી ને?...
બધા ની વચ્ચે મજાક
મારો બનાવીશ તો નહિ ને?...
દિમાગ કહે છે કે ઉભો થા આગળ વધ ભૂતકાળ ને છોડી ને
દિલ કહે છે ઉભો રે આવશે એ બધુજ છોડીને...
દિલ પણ હવે ગભરાવા માંડ્યુ છે
પંપાળ ને એને પાલવ માં લઈ ને...
રાહ જોવા તૈયાર છું હું તારી
તું આવવા નો વાદો કર ખાલી...
~ આશિષ