○તલશે છે.
● હેતલ ગોહિલ ચૌહાણ
રોજ સવારે લીલું લીલું કંઈક
ઘાસ જેવું ઊગે છે.
.
સાંજ પડેને આકાશે રોજ કંઈક
વાદળ જેવું ઝંખે છે.
માળો બાંધી એક તણખલે કોઈ
પંખી જેવું વિહરે છે.
અંધારે ખર્યો એક તારો ને આભ જેવું
કંઈક સિસકે છે.
છે વસંત સોનેરી ને ઉજાસમાં કંઈક
મોર જેવું ટહુકે છે.
આંગણે આસોપાલવનું તોરણને છતાં
ફુલ જેવું કંઈક મહેકે છે.
મળ્યો સાથને અહીં- તહીં કોઈ
મીઠપ જેવું ખટકે છે.
રહ્યો છે ફક્ત શ્વાસને શ્વાસમાં કોઈ
જીવ જેવું તલશે છે.