□ કવિતા રચાય છે.
●ગોહિલ હેતલ ચૌહાણ
ડાયરીમાં નથી પુરવી છતાં પૂરાય છે;
ને મારી આસપાસ એક કવિતા રચાય છે.
મારી આંખની સામે ઊભેલી આખી એક દિવાલ ફંટાઈ છે;
ને મારી આસપાસ એક કવિતા રચાય છે.
એક તીરથી તો એક ખીલ્લેથી હારેલા ઈશ્વરને જોઈને;
મારી આસપાસ એક કવિતા રચાય છે.
સાવ કોરા પાનામાં પડેલી, સળને ઉકેલતા ઉકેલતા ;
મારી આસપાસ એક કવિતા રચાય છે.
કોરું આકાશ હૂં છતાં વાદળીની ભીતરનો ભીનો અવાજ સાંભળીને;
મારી આસપાસ એક કવિતા રચાય છે.
શબ્દોના અડાબીડ જંગલ ને છતાં આવળબાવળ બોરડી;
દૂર ટોળામાં ઊભેલા એકલા છતાં;
મારી આસપાસ એક કવિતા રચાય છે.