સ્થિતિ અને સમય સામે સૌ કોઈ મજબૂર છે
રસ્તા ખૂબ લાંબા અને મંઝિલ બહુ દૂર છે
ચાલતા રહેવાનું વટેમાર્ગુ અને સમયની જેમ
ઝાડનો છાંયડો અને સાથે ઝરણાનો સુર છે
પડીને પણ ઉગી નીકળવાનું ડાળીઓની જેમ
ઈરાદા મજબૂત અને હૈયે હોંશ ભરપૂર છે
પ્રવૃત્તિનું કોઈ પૂર્ણવિરામ નથી કાયમની જેમ
વ્યક્તિ દરેક જુદી અને કાચનો કોહિનૂર છે.
વિરલ