હું કહું અને તું સમજે
એમાં મજા શું??
હું મૌન હોવ અને
તું મારી વાચા સમજે
એની મજા જ કંઈ ઔર
હું માંગુ અને તું આપે
એમાં મજા શું છે?
મારી મુક આજીજી
સ્વીકારે એની મજા ઔર
તું મને ચાહે તો જ
હું તને ચાહું એવી
ચાહત માં મજા શું છે?
તારી નફરત ને પણ ચાહું
એ ચાહત ની મજા જ કંઈ ઔર