મને બરાબર યાદ છે..!!
વેકેશન માં જે દિવસે તુ આવી એ આખો દિવસ તારા અબોલા હતા,મારાથી...!!
રિસાયેલી હતી, તું મારાથી..!!
જો કે તારા એ રીસાવા પાછળ જવાબદાર પણ હું જ હતો...!!!
એ પણ જાણું છું હું...
અને એટલે જ , આખો એ દિવસ મારો, બેચેની માં પુરો થયો હતો...
તને યાદ છે...!!!
ઉનાળા ની એ રાત્રે એપાર્ટમેન્ટ ની કોમન અગાશી ઉપર સુવા માટે કરેલી પોત પોતાની પથારી માં સૌ સૂઈ ગયા પછી પણ, આખી રાત જાગતા રહ્યા હતા, આપણે બંને....
એક બીજા સાથે વાત કરવા ની વિહળવતા એ બંને ની આંખો માં રહેલી ઊંઘને જોજનો દૂર ધકેલી દીધી હતી .!
આખી રાત નો ઉજાગરો થયો હતો.. આપણે બંને નો,
પૂનમ ની એ અજવાળી રાતે...!!
જેના એક માત્ર સાક્ષી હતા આપણી જેમ જ આખી રાત જાગેલા...
ચંદ્રમા અને એની શીતળ ચાંદની...!!
આપણી સંવાદ વિના ની એ રાત, સતત એકબીજા ને નિહાળવામાં પૂરી થઈ ગઈ હતી...
તને યાદ છે ને..!!
અંતે , પરોઢિયા ના એ આછા અજવાળામાં, તે, તારા અબોલા તોડ્યા ...!!
અને પછી તો, સૂર્યોદય થયો...
સવારના સૂરજ ના એ સોનેરી કિરણો માં આપણો પ્રેમ ફરી એક વાર ઝળહળી ઉઠ્યો.
તને યાદ છે...ને..???
નરેશ ગજ્જર