હા, આ જ ઉલ્ફત છે ,કે તું યાદ આવે,
આવે કે ના આવે, તું જરૂર યાદ આવે;
હોંશથી ,હોશિયારી માં , ખપાવી દીધો,
પૂછો ખોવાઈ ગયો ક્યાં, ના યાદ આવે;
બહું જ ચાહત છે , રંગતરંગ જિંદગી,
ઉકળતી ઈચ્છાઓ, ગજબ યાદ આવે;
મહોબત છે જીસ્મી , લિબાસ પહેરણ,
હ્દયસ્થ છે સતત, છતાં ના યાદ આવે;
દિન વીતે , રાત વિતે, માસને વરસ પણ,
અંતકાળે અંત: કરણમાં, યાદ ના આવે;
આનંદ સ્વરૂપ વિનાનું, જીવ્યા છે નકામું ,
ઉલફત યાર મરતી વેળાય,ના યાદ આવે;