હું જ પડે છે, હું જ રડે છે;
હું કારણે , અહંકાર કરે છે;
હું નું અસ્તિત્વ, જીજીવિષા,
અસ્તિત્વ મારું, યાર કરે છે;
હું ને સાચવી, પોષતું અહંને,
હું ને હું પણું બદનામ કરે છે;
હું નું સર્જન વિસર્જન હું માં,
દેહાભિમાન જીવનું દુર કરે છે;
હું ત્યાગે ત્યાં , આનંદ મંગલ,
જીવન ઝરમર, સુખદ કરે છે;