નજર માં નજર નાખી જૂઓ,
ખૂદ ને ખોઈને, ખોળી જૂઓ;
આંખ ફાડીને જોઈ , દુનિયાને,
અંતરંગ મનને જ,જોઈ જૂઓ.
હોવું પરિવર્તન ,પ્રકૃતિમાં નિયમ,
ખૂદને પરીવર્તન ,કરી તો જુઓ;
બદલાતી મોસમ , ને મન હંમેશાં,
રંગ કાચિંડા જેવો,બદલી જૂઓ;
ખોવાઈ જતું કશું નથી જીવનમાં,
આનંદરૂપે જીવનને ,શોધી જૂઓ;