નવા_દુઃખો ૨#સીઝન૪
સફર ની શરૂઆત :
અમેરિકા મારા નવા દુઃખો વેચવા જઈ રહી છું. અહીં કોઈ ખરીદાર નથી. કદાચ ત્યાં સારા ભાવે વેચાય, નહીં તો તો હવે મફત માં ય વહેંચી ને આવું.
વાઘ મફત માં મને ચોંટ્યો છે. એની આંગળી પકડી ને લોસ એન્જેલસ જવા અમે પ્લેન પકડ્યું. અે કૌતુક થી નાની સીટો જોઈ રહ્યો છે. એને બીઝનેસ ક્લાસ ની સીટ માં બેસી જવું છે. પણ માંડ મેં એને આંખો કાઢીને કન્ટ્રોલ માં રાખ્યો છે. જેવો એને બેલ્ટ બાંધ્યો, તેવો અે ગુસ્સે થઈ ને ત્રાડ નાખે છે કે મને કેમ બાંધ્યો હું ક્યાંય જવાનો નથી. હવે ના પાડી તો ય પ્લેન ની બારી માં થી બહાર ડોકું કાઢી રહ્યો છે. વાદળાં જોઈ ને એ મને પૂછે કે આકાશ માં આટલું મોટું રૂ કેમ છે . એર hostess જોઈને એને અરજ કરી કે પ્લેન થોડું નીચું ઉ ડાવજો કારણ કે મને બીક લાગે છે અને એણે ચોકલેટ કેમ ના આપી,એમ કહી વાઘ અે રડારોળ માંડી.
માંડ આમ માથું ખાતાં ૨૨ કલાક ના અંતે અમારું પ્લેન લોસ એન્જેલસ માં લેન્ડ થયું. બહાર નીકળી ને ઇમિગ્રશન ની લાઇન જોઈ અે ભડક્યો..લોકો કહે છે ભારત માં બહુ વસ્તી ને બહુ લાઈન, આ તો નોટ બંદી કરતાંય લાંબી લાઈન છે. મેં કહ્યું હા ભાઈ, બધા ને અમેરિકા જવાનો શોખ છે , તે શું થાય. દોઢ કલાક ની લાંબી લાઇન માં ઊભા રહી ને પગ દુખ્યા ત્યારે બહાર નીકળવા મળ્યું.
વાહ, અમેરિકા.. સુંદર દેશ.. હજી એની હવા શ્વાસ મા ભરું અે પહેલાં વાઘ પૂછે છે કે પાછા ક્યારે જવાનું ?
બોલો, હું અમેરિકા માં પણ દુઃખી !!