નવા_દુઃખો૧#સીઝન ૪:
હું ને વાઘ અમેરિકા ની સફરે :
રોજ ની માફક કંઇ સૂઝતું ના હોવાથી અજાણ્યા રસ્તા પર જાણીતો વોક લેવા નીકળી. રસ્તામાં વાઘ પાણીપુરી ખાઈ ને આરામ થી બેઠેલો. જવા દે, આજે એને બોલાવવો જ નથી.ત્યાં અે વળી સામે થી આવી ને ખબર પૂછવા લાગ્યો, કેમ છો ? મને તો ભૂલી જ ગયા તમે ? કેમ એટલા દિવસે ? મેં કહ્યું કે હું અમેરિકા જાઉં છું, તેની તૈયારી માં વ્યસ્ત છું.
તો અે મંડ્યો કે મનેય લેતાં જાવ. મારે પણ usa જોવું છે. તમારી સાથે હું પણ આવીશ. મેં કહ્યું , હું તો ફરવા જાઉં છું, તને ત્યાં નહીં ગમે. પણ આ તો બસ મને ચીટક્યો.. માંડ પીછો છૂટેલો..પણ મારે આતિથ્ય ભાવના ક્યાં થી છોડાય ?
મેં કહ્યું ઓકે. ડન..હવે કાલે એને લઇ ને usa જઈશ.
તા. ક. એને વિઝા કઈ રીતે મળ્યા , એવા પ્રશ્નો મગજ માં લાવવા નહીં, આ વાર્તા છે. લેખક ને જેમ ફાવે તેમ લખશે, આઇ મીન, સ્ફુરે એવું લખશે. તમારે મગજ નું દહીં કરવાની જરૂર નહીં, એને માટે હું બેઠી જ છું )
મારે એકલીએ દુઃખો સહન કરવા નાં? તમે ય ભોગવો