આજે સવારની બેઠી બીજા લોકોની પોસ્ટ જ જોઈ રહી છું... શું પોસ્ટ કરે છે લોકો?
ક્યાંક કોઈ રમુજી વાત, ક્યાંક સામાજિક વાત, ક્યાંક બિભિત્સ કહી શકાય એવી વાત, ક્યાંક કોઈ નેતાના વખાણ કે કટાક્ષ, ક્યાંક કવિતા, તો કેટલાકના મનનો આક્રોશ અહીં ઠલવાતો અહીં જોયો...
ખરું કહું તો મને દયા આવે છે આજના માણસ પર... એવા લોકો ઉપર જેને ખબર જ નથી કે એમને શું જોઈએ છે! કોઈ વાતે એમને સંતોષ નથી... દરેક જગ્યાએ એમની અપેક્ષાઓનો પહાડ એટલો ઊંચો બનાવી રાખે કે ત્યાં સુધી પહોંચતા એ પોતે જ થાકી જાય..!
ખેર... હવે લોકોને વાંચવાનો પણ કંટાળો આવતો જાય છે અને મને ટાઈપ કરવાનો... તો એક કામ કરું... બોલીને રેકોર્ડ કરું? મારો અવાજ મને તો સાંભળવો નથી ગમતો.. કોઈ બીજું બોલતું હોય એવું લાગે, તમે એ ત્રાસ સહન કરી શકશો?
રેકોર્ડિંગ માટેનું કોઈ સારું, સરસ એપ હોય તો કૉમેન્ટમાં જણાવી શકો છો.. જેમાં સરળતાથી એડીતિંગ થઈ શકે, હું કોઈ ટેકનોલોજી નિષ્ણાંત તો છું નહીં એટલે ફાવશે એટલું જ કરી શકીશ... સારું નહિ થાય તો ત્રાસ તમારે જ ભોગવવો પડશે અને બધું મસ્ત રીતે પાર પાડ્યું તો લાભ પણ તમને જ થશે... મને વાંચવા કરતાં સાંભળવાનું સરળ રહેશે કે નહિ? ?????