દિલ કંઈક અજીબ ઉલઝન છે ,
કહે છે અલગ ને કરે પણ અલગ છે ,
મનની વાતોમાં હંમેશા સાથે રહે છે,
છતાં પણ તે હરદમ વિચારે છે.
દિલ જાણે છે એ જ માને છે,
કહયા વગર જાણે બધું જ સમજે છે,
શું સત્ય છે તે બખુબી જાણે છે,
છતાં પણ તે હરદમ વિચારે છે.
દિલ દિલની સાથે જ ટકરાઇ છે,
સાહતની દુનિયામાં તે હંમેશાં ખોવાય છે,
પ્રેમની દુનિયામાં તે ફરી ધબકે છે,
છતાં પણ તે હરદમ વિચારે છે.