ખૂટે છે ધીરજ સતત મારી,પ્રતીક્ષા નિત કસોટી મારી,
શોધ,અધીરાઈ છે એકધારી,પ્રતીક્ષા નિત કસોટી મારી.
શ્યામને મળવા કરી તૈયારી ,પ્રતીક્ષા નિત કસોટી મારી
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલ
પથ ભટકવાને ખુલ્લી બારી ,પ્રતીક્ષા નિત કસોટી મારી.
જે તરાપો લઈને દોડ્યો ત્યાં તો મેં જોયા છે ભારે છેદ,
મુજ મમતની નિત તરફદારી,પ્રતીક્ષા નિત કસોટી મારી.
વળગી મુજને દે વધારી મુજ તડપને,ને પછી છોડી દે,
થાય ત્યારે કર્મ ગતિ ન્યારી,પ્રતીક્ષા નિત કસોટી મારી.
મુજમાં જે ઉગે એ જલ્દી ક્યારે આથમતું ના,તો ક્યાંથી
આવી છે આ રાતો અંધારી,પ્રતીક્ષા નિત કસોટી મારી.
મુજમાં તે ક્યારેક અનરાધાર વરસે ને થતું મન ખાલી,
ને અમન ઝાંખી છે અણધારી,પ્રતીક્ષા નિત કસોટી મારી.
કોઈની આંખોમાં ચમકે છે ને કોઈના મુખથી ટપકે,
પ્રેમ ગેબી આશ અલગારી,પ્રતીક્ષા નિત કસોટી મારી.
જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
અમદાવાદ