Gujarati Quote in Poem by Bhavna Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આવો દિવાળી ઉજવીએ* ..... ૧૨-૧૦-૨૦૧૯

આવો દિવાળીની સફાઈ હવે ચાલુ કરી દઈએ,
કંઇક અલગ કરી મન મોટાવ ભુલાવી દઈએ.

આ વર્ષે મનમાં રહેલા વેર ઝેર મિટાવી દઈએ,
દિલની ભાવનાને વિસ્તૃત સ્વરૂપમાં રાખીએ.

દંભના તોરણ ઉતારી ચાર રસ્તા મુકી આવીએ,
બહાર મહાન બનવાના અભરખા છોડી દઈએ.

પરિવાર સિવાય કોઈ કોઈનું નથી સમજી જઈએ,
એને ખુશી આપવા નાની મોટી ભેટની રંગોળી પૂરીએ.

નિરાશાઓના કોઈ ફાનસ હોય તો બુઝાવી દઈએ
આશાના દરેક ઉંબરે નવા દીપ પ્રગટાવી દઈએ.

નાની મોટી તું તું મેં મેં ભુલી, એક બની રહીએ,
અવગુણો ભુલી સારા કામની કદર કરતા શીખીએ...

ભાવના ભટ્ટ અમદાવાદ.....

Gujarati Poem by Bhavna Bhatt : 111269408
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now