લખી કવિતા બધા માટે બહુ,
તો ચાલને લખું એક કવિતા પોતાના માટે,
બનાવ્યું વ્યક્તિત્વ ધારદાર કે હવે થાય કોઈ વાતનો રંજ, એવી તો કોઈ ગુંજાઈશ જ નથી,
ભલે થયાં ઘા અઢળક તો પણ મે લગાવ્યો મલમ જાતે,
અને બેઠી થઇ પાછી દુનિયાને વળતો જવાબ આપવા માટે,
અને હજી પણ દુનિયા શંકામાં છે મારા વ્યક્તિત્વને લઈને,
અરે! જરા એમને જણાવો કે કોઈ મામૂલી જંગ નથી,
આને લડવા જોઈએ ઘણી હીમ્મત અને જો તો પણ ન થાય વિશ્વાસ મારી પર,
તો એ જ વસ્તુ સાથે ચાલવું હોય છે કઠીન,
પણ હજી હું નથી માનવાની હાર,
કેમ કે જીત તો હજુ બાકી છે અને મને આટલી જીતથી સંતોષ નથી,
નથી ટૂટી હતી મારી હિમ્મત,
અને મારું આ મજબૂત વ્યક્તિત્વ જોઈને લોકોના મો શા'ને વિલાઈ ગયા?
શું મને હરાવવાના એમના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે?
તો જરા એમને કહેજો કે આ નિષ્ફળતાથી ટેવાઈ જાય,
કારણ કે મને તો કાયમ જીતવાની જ આદત છે!!