હરિ..
હરિ પામવા કર્યા
લાખ કાલાવાલા
શોધીવળી ખૂણે(૨)
નજરે ચઢે પાષાણ
મૂરત જાત જાતની
ફૂલહારથી લદાયેલી
ઉભા ત્યા પૂજારીઓ
મારી ઝાપટ ને ધક્કા
જોવા પણ ન મળી
પ્રભુ ની મૂરત હરિ(૨)
પગથિયે એક બેઠિ
વૃદ્ધા માંગી રહી હતી
ઠંડીથી બચવા હુંફ
ઉતારી શાલને મે
તેને ઓઢાડી દીધી
મુખેથી નીકળ્યા વેણ
“*બેટા હરિ ભલું કરે*”
અરે મળ્યા અહીં હરિ(૨)
શાને શોધવા મંદિરોમાં
એતો નજર સામે જ
નિશ્ચય મારો અફર
હરિ ના દર્શાવેલ માર્ગે
ચાલુ બસ ઠોકર ન
કદી લાગશે એ પાષાણે
માનવ રચિત મૂરત
ને માનવ રચિત દર્શન
શાને ચઢુ હવે ધક્કે(૨)
*હરિ *મારે હૈયડે...(૨)
જયશ્રી પટેલ
૧૧/૧૦/૧૯