Gujarati Quote in Religious by Bhavna Bhatt

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આસો તેરશની વેરાઈ માતા ની માંડવી* લેખ...
11-10-2019

આજે આસો તેરશ છે આજે વેરાઈ માતા ની માંડવી ઘોડાસર અને ઈસનપુરમાં ભરાય છે અને મોટો મેળો ભરાય છે અને આખી રાત માતાજી ના ગરબા ગવાય છે.... આજે વેરાઈ માતા ને કાચી કેરી ચઢાવામા આવે છે.... કાચી કેરી ક્યાંથી મળશે એ વેરાઈ માતા‌ પૂજારીને સ્વપ્નમાં બતાવે છે... અને એ જગ્યાએથી જ કાચી કેરી મળે છે અને એક બે નહીં લૂમખે લૂમખા કેરી ચઢાવામા આવે છે... મોટા પાયે અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે દર્શન કરવા... અમદાવાદ ના આ બે સ્થળે આ દિવસે ઘરે ઘરેથી બધા દર્શન કરવા નિકળે છે... ઈસનપુર ગામમાં તો સાંજે ઘરે ઘરે લાડુ બનાવવામાં આવે છે અને વેરાઈ માતા ને ધરાવીને પછી આગ્રહ કરીને ઘરે લઈ જઈને આવતા જતા માણસો ને જમાડવામાં આવે છે.... ઘેર ઘેર દાળ,ભાત,શાક, લાડુ બને છે અને બીજા ને આગ્રહ કરી કરીને જમાડવામાં આવે છે અહીં કોઈ એક કોમ ની વાત નથી સર્વ કોમ ના માણસો લાડુ બનાવી જમણવાર કરે છે આ છે માતાજીના પરચા... અહીં અમીર ગરીબના કોઈ ભેદ ભાવ હોતા નથી બધા એકમત થઈ આ માતાજીની માંડવીને રંગેચંગે વધાવે છે... આમ આજનો લ્હાવો લેવા સૌ કોઈ આવે છે અને માતાજી ના દર્શન કરીને ધન્ય બને છે... આમ આજનો મહિમા જ અલગ છે....
બોલો વેરાઈ માતા કી જય...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Religious by Bhavna Bhatt : 111268848
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now