રાવણ
લોકો કહે કે હતો રાવણ ખરાબ,
પૂછો લંકાને કે શું ખરેખર એ ખરાબ?
રૂપ કાજે થઈને ક્યાં કર્યું હતું હરણ સીતાનું,
એકના સ્વમાન માટે બીજીને ઉઠાવી લાવ્યો
એવો એ ખરાબ.
અશોક વાટિકમાં રૂપનો અંબાર રહે તે છતાં,
મહેલમાં પોતાના નિરાંતે સૂઈ શકે એવો એ
રાક્ષસ ખરાબ.
આજે સીતા લુંટાઈ, ચૂંથાઈ રહી છે અયોધ્યામાં પણ,
એની પાસેથી મેળવ્યા ગીતા જેવા સીતા
બસ એવો એ ખરાબ.
આજે રામ બનવાની તો કોઈની તાકાત નથી,
શું નથી લોકો કહેવાતા રાવણથી ય ખરાબ?
- નિશાન