ખામોશ જીહ્વા છે, અમની સ્વભાવ અહી,
ચૂપચાપ નજર ,બયાન કરે છે કશુંક અહીં;
વિચાર વિરમી ગયા, ઈચ્છા ને તૃષ્ણા નહીં,
ગજબ મનનો ખેલ , મૌનમાં મનોલય અહીં;
ભાસતું સઘળુંય ભ્રમણા ,ખરી એ પ્રકૃતિમાં,
પરિવર્તન પ્રમાણ છે, માયાજાળ ખેલ અહીં;
સત અસત ની વ્યાખ્યા, શું સમજવી પડશે,
અધિષ્ઠાતા પ્રકૃતિ ને ચૈતન્ય ની લીલા અહીં;
લક્ષ્ય હોય બસ એકજ, પામી લેવાનું પોતાને,
આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ, સહજ છે અહીં;