Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*દશેરા* લેખ.. 8-10-2019

આજે છે દશેરા એટલે વિજયા દશમી. વિજય ને વરવાની તિથી! વિજય મેળવવાનો મોંઘો દિવસ!
નવરાત્રિ ના દિવસો દરમિયાન કરેલી ઉપાસનાનુ આ ફળ છે અને તે વિજય! શેના પર વિજય??? તો આપણી જાત પર કામ, ક્રોધ, લોભ પર નો વિજય! આપણા અવગુણો ઉપર વિજય... આપણી અંદર રહેલા દુર્ગુણ રૂપી રાવણનો વધ કરીને માતાજી ને આહુતિ આપીએ એ જ સાચી વિજયા દશમી ઉર્ફે દશેરા છે...
બીજુ બધુ હારી જઈશું તો ચાલશે પણ પોતાની જાતને જીતી લ્યો, જાત સાથે ઝઝુમવાનું છે અને જાત સામે જ જીતવાનું છે. કુરુક્ષેત્ર ઉપર પળેપળનો સંગ્રામ ચાલી રહ્યો છે વાસનાઓ અને ભાવનાઓ વચ્ચે અને આજે માતાજી ની શક્તિ થી વાસનાના રાવણને ઉપાસનાના રામ બનીને આરાધનાના નવપદની ભક્તિના તીર વડે વીંધી નાંખીયે અને આત્મામાં રામરાજ્ય સ્થપીયે એ જ સાચી વિજયા દશમી...
આપણા જ ગુણ - અવગુણો આપણા થી વધારે કોઈ જાણતુ નથી. દુનિયામાં તો ચેહરો પહેરીને જ ફરીયે છીએ. માટે જ પોતાની જાત પર વિજય મેળવો એ જ વિજયા દશમી.....
દશેરા ની શુભેચ્છા..
"ભાવના ભટ્ટ અમદાવાદ...

Gujarati Blog by Bhavna Bhatt : 111267323
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now