Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે મારી નવલકથા “નિયતિ"નું છેલ્લું પ્રકરણ પૂરું થયું, તમારી સાથે સાથે મેં પણ એને વાંચ્યું અને સાચું કહું તો મુરલીને જોઇને મને નિયતિ સાથે ઝઘડવાનું મન થઇ આવ્યું.
કોઈને પ્રેમ કરવો ગુનો છે?

સાચા પ્રેમને, એકબીજા પ્રત્યેની ભરપૂર લાગણીને જો ઈશ્વર જ સાથ ના આપે તો બીજા કોની પાસે અપેક્ષા રાખી શકાય? બસ, આ વિચાર જ મારા મનમાં સતત ફરતો રહેતો અને પછી મેં નક્કી કર્યું નિયતિ ભલે ગમે તેટલી નિષ્ઠુર થઈ શકે, આ નિયતી એવું નહીં થવા દે... કમ સે કમ મારી વાર્તામાં તો નહિ જ.

બસ... આટલેથી આ સફર ફરી શરૂ થઈ. રોજ રાતના ઉજાગરા ચાલું થયા અને નિયતિ ભાગ- બે લખવાનું કાર્ય આરંભાયું... ક્રિષ્નાની હમશકલ રૂપે પ્રિયા આવશે મુરલીના સુના જીવનમાં ફરીથી પ્રેમના રંગ ભરવા...!

તો તૈયાર છો ને મારી સાથે ફરીથી એક મસ્ત લવ સ્ટોરીનો આસ્વાદ માણવા...?
#પુસ્તક_સમીક્ષા

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111267033
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now