ક્યાંક તો ક્યારેક, ખોવાઈ જાય છે,
અસ્તિત્વ મુજમાં ,ખોવાઈ જાય છે;
પુરક જીવન ને રેચક છે, મૃત્યુ પછી,
શ્વાસ માં વિશ્વાસ, ખોવાઈ જાય છે;
મૈત્રી કરૂણાનો,સંગમ સંબંધો છે જ્યાં,
સ્વાર્થ માં સબળતા, ખોવાઈ જાય છે,
હું હું અજ્ઞાનતા માં, પાંડિત્યપૂર્ણ જ્યાં,
અનુભૂતિમાં અહંકાર,ખોવાઈ જાય છે,
વેદના ભર્યા ચહેરા પર, ખારા અશ્રુઓ,
સ્નેહ મિલને, આનંદ, ખોવાઈ જાય છે,