પાછા વળીને જોયું, તો તમે શું જોયુ
સૃષ્ટિ માં વ્યાપક ને, તમે નથી જોયું;
જરાક તો ઉઘાડી , પડદો ભીતર નો,
મનની પાર નથી જોયું, તો શું જોયું?
આંખો ફાડીને , વિખરાઈ ગયા તમે ને,
ચૈતન્ય મય પ્રકૃતિ વિસારી ને શું જોયું?
નીલવર્ણ હયાતિ માં, પ્રકાશ ને પાણી,
મેઘધનુષ ના અસ્તિત્વને , તમે શું જોયું?
છવાઈ જાય છે જ્યાં નિલિમા અનંતની,
આનંદ સ્વરૂપ વિનાનું જીવન ને શું જોયું ?